ડ્રાઇવીંગ લાયસન્સ

ડ્રાઇવીંગ લાયસન્સ માટે ખોટો ખર્ચ કરવાને બદલે રીત અપનાવવા જેવી

 

આજકાલના ફાસ્ટ યુગમા કોઇની પાસે સમય નથી અથવા કહો કે પુરતી સમજણ નથી અને તસ્દી લેવી

નથી એટ્લે જન્મ પ્રમાણપત્રથી લઈને ડ્રાઇવીંગ લાયસન્સ કઢાવવા સુધીના દરેક સરકારી કાર્ય માટે એજન્ટ

આવી ગયા છે.

લગભગ દરેક જગ્યાએ તમને એજ્ન્ટ મળી જશે. સામાન્ય રીતે સમય બચાવવા માટે તેમજ ફોર્મ ભરવાની

માથાકૂટ અને કચેરીના ધકકા ખાવાથી બચવા માટે આપણે એજ્ન્ટોની મદદ લેતા હોય છે. પરંતુ અહિંયા

એજ્ન્ટ રાખવાથી જરૂર કરતા વધારે પૈસા ખર્ચ થતા હોય છે અને આ ખર્ચ લગભગ બધાને પોસાય નહિ

એટ્લે જ એજ્ન્ટ વગર ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે કઢાવવુ?

ડ્રાઇવીંગ લાયસન્સ કેવી રીતે કઢાવવુ અને એના માટે શુ શુ કરવુ? એની પૂરતી માહિતી લોકો પાસે

ન હોવાથી તેઓ એજ્ન્ટ રાખતા હોય છે. લાઇસન્સ કઢાવવાનો ખર્ચ માત્ર રૂપિયા 400/- છે!!  જે લોકોને લાયસન્સ કઢાવવાનુ બાકી હોય તે બધા નીચે આપેલા સ્ટેપ પ્રમાણે ફોર્મ ભરીને પોતાની જાતે લાયસન્સ કઢાવી શકે છે.

1) સૌપ્રથમ કમ્પ્યુટરમા  https://parivahanan.gov.in/sarathiservice15/stateselection.do  વેબસાઇટ

ખોલો ત્યારબાદ ત્યા ગુજરાત સ્ટેટ સિલેક્ટ કરો.

2) ત્યાર પછી “Apply Online” પર ક્લિક કરીને એમા “New Lerner License” નામની લીંક પર ક્લિક કરો એટલે ફોર્મ ખુલશે.

3) ત્યા પુરેપુરુ ફોર્મ ભરાઇ જાય પછી “Save Offline” બટન પર ક્લિક કરો. Save કરેલી PDF File

ખોલો પછી નીચે Submit બટન પર ક્લિક કરો.

4) સબમીટ કર્યા બાદ એપ્લીકેશન નંબર જનરેટ થશે, એ નંબર નોંધી લો.

5) ત્યાર પછી “Print Application Form” નામની લિંક ઉપર ક્લિક કરીને ફોર્મની પ્રિન્ટ કાઢો.

6) ત્યાર પછી “Appointment for slot booking” ઉપર ક્લિક કરો.

7) LL Test slot booking-> LL TEST APPOINTMENTS

8) તેમા એપ્લિકેશન નંબર લખીને જે દિવસે તમે ફ્રી હોય તે દિવસનો ટાઇમ બુક કરીને લેટરની પ્રિન્ટ

કાઢો.

9) ત્યાર પછી જે ટાઇમ ફિક્ષ કર્યો હોય તે દિવસે જે તે ટાઇમે ફોર્મની કોપી, લિવિંગ સર્ટિફિકેટ,

પાસપોર્ટ સાઇઝના બે ફોટા, ટાઇમ બુક કરેલો લેટર, રેશન કાર્ડની ઝેરોક્ષ, આધારકાર્ડની ઝેરોક્ષ, જે

પુરાવાની નકલ તમે લઈ જાવ તે બધા ઓરીજનલ સાથે લઈ જવા, RTO Office જઈને ફોર્મ

નંબર- ૨ લઈ લેજો. (જે 5 રૂપિયાનું આવશે.)

10) જો તમે ટેસ્ટમા પાસ થાવ તો તમને લર્નિંગ લાયસન્સ આપી દેશે.

11) જો ફેઇલ થાવ તો બીજા દિવસે પાછુ જવાનુ. જેના માટે 50 રૂપિયા ભરીને ફરી ટેસ્ટ આપવાનો

રહેશે.

12) જો તમે પાસ થાવ તો 30 દિવસ પછી https://parivahanan.gov.in/sarathiservice15/stateselection.do વેબસાઇટ ખોલો તેમા DL “Test Slot Booking option” પર ક્લિક કરો LL NO બરાબર નાખજો GJ04 પછી એક સ્પેસ હોય છે.

13) LL NO નાખો પછી BIRTH DATE પછી બટન પર ક્લિક કરીને પરીક્ષાનો ટાઇમ ફીક્ષ કરો અને તે

દિવસે એક કલાક વહેલા પહોંચી જવુ જેથી લાઇનમા ઉભુ રહેવુ ના પડે.

14) તમે જાવ ત્યારે સાથે ફી ભરયાની બધી પહોંચ અને લિવીંગ લાયસસ અને RTO ની બાજુમાથી ફોર્મ નંબર 4 લઈ લેજો. (જે 5 રૂપિયામા આવશે.)

15) જો પાસ થાવ તો Driving license તમારા ધરે આવી જશે.

RTO ના કોઇ પણ કામ માટે આ સાઇટ ખૂબ જ જરૂરી છે. >> www.parivahan.gov.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WhatsApp chat